11 September, 2015

Paryushan Parv - Janism

આત્મીય સ્નેહીજનો, પ્રણામ, જય જિનેન્દ્ર ,

આપ સહુ શાતામા હશો. સઘળું આનંદ મંગળ હશે. કદાચ સ્નેહીજનો શબ્દ પરીવાર માટે વાપરવામાં આવે છે, પરંતુ પરમાત્મ ભક્તિ દ્વારા બંધાયેલ આપણો આ સંબંધ એક પરિવારજન સમાન જ છે.

જોત-જોતામાં પર્યુષણ મહાપર્વ પણ આવી ગયા..!

સર્વજીવો સાથેની મૈત્રી નો કરાર કરવાનો ઉત્તમ અવસર એટલે જ પર્યુષણ..!

કર્મોના ભાર થી દબાયેલાં આત્માને પુણ્યથી ઉગારી લેવાનો અવસર એટલે જ પર્યુષણ..!

ને તમારા ને અમારા આ આત્મીય સંબંધોને સંવત્સરી મિચ્છામી દુક્કડમ્ થી શણગારવાનો અવસર એટલે જ પર્યુષણ..!




ભવિષ્યમાં આવનારા પ્રભુ-ભક્તિ, ગુરુ-ભક્તિ અને જિન-શાસન શોભા વૃદ્ધિના અવસરો એ ફરી ફરી ને આપણું મિલન થતું રહે એજ અભ્યર્થના સહ..

સંવત્સરી મિચ્છામી દુક્કડમ્..

No comments:

Post a Comment